Medaro વિશે

દસ બેડના નર્સિંગ હોમના માપનું સૉફ્ટવેર.

મોટા ભાગનું હૉસ્પિટલ સૉફ્ટવેર ચેઇન માટે બનેલું છે, અને મોટા ભાગનું ફાર્મસી સૉફ્ટવેર એવા સ્ટોર માટે જે પહેલેથી ERP વાપરે છે. Medaro એ ડૉક્ટર માટે છે જે નાનું નર્સિંગ હોમ અને સાથે મેડિકલ સ્ટોર ચલાવે છે, અને એ સ્ટોર માટે જે હજી હાથે બિલ લખે છે.

તમારા કાઉન્ટરમાં બંધબેસે

બ્રાઉઝરવાળું કોઈ પણ PC, ટેબ્લેટ કે ફોન, અને થર્મલ કે A5 પ્રિન્ટર. લાઇટ કે ઇન્ટરનેટ જાય તો પણ ચાલુ રહે.

તમારા સ્ટાફની ભાષા બોલે

English, ગુજરાતી અને हिंदी, દરેક વ્યક્તિ પોતે પસંદ કરે. આગળ વધુ ભારતીય ભાષાઓ.

નજીકમાં જ

અમે અમદાવાદમાં છીએ. રૂબરૂ આવીને સેટ કરીએ અને ફોન ઉપાડીએ.

અમારો લોગો એક ક્રોસમાં જોડાયેલા બે ભાગ છે: ક્લિનિક અને સ્ટોર, અલગ ધંધા જે એક થઈને કામ કરે.

તમારો ડેટા

અમે ડેટા કેવી રીતે સાચવીએ

  • દરેક ક્લિનિક અને દરેક સ્ટોરનો પોતાનો ડેટાબેઝ.
  • જોડાયેલા સ્ટોરને દવા, ડોઝ, ડૉક્ટર અને દર્દીનું નામ અને મોબાઇલ જ દેખાય. નિદાન કે નોંધ ક્યારેય નહીં.
  • સ્ટાફ પોતાના PIN થી સાઇન ઇન કરે, અને દરેક ભૂમિકાની પોતાની મર્યાદા.
  • દરેક ફેરફાર કોણે અને ક્યારે કર્યો તે નોંધાય છે.
  • દર રાત્રે એન્ક્રિપ્ટેડ બૅકઅપ, મુંબઈમાં. ભારતના DPDP કાયદાને ધ્યાનમાં રાખીને બનેલું.

તમારા પોતાના કાઉન્ટર પર જોવું છે?

અમે અમદાવાદ અને આસપાસના ક્લિનિક અને મેડિકલ સ્ટોરની મુલાકાત લઈએ છીએ. મેસેજ કરો, અમે સમય નક્કી કરીશું.